News of Friday, 1st November 2024
વ્યારાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત:એક મહિલાનું મોત
તાડપત્રી આપવા જતા દંપતીને બાઇક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો

વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર દંપતી પૈકી મહિલાનું મોત નીપજ્યું છે. નજીકમાં તાડપત્રી આપવા જતા દંપતીને બાઇક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ચીખલદા ગામના બબીતા ગામીતનું મોત થયું છે. વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
