News of Saturday, 2nd November 2024
પાવાગઢ ખાતે નવા વર્ષે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, 1 લાખ ઉપરાંત લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

નવા વર્ષે રાજ્ય અને રાજ્ય બહારથી 1 લાખ ઉપરાંત માઈ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અમદાવાદ : પાવાગઢ ખાતેના આ મંદિરે આજે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલ્લે તે પહેલા જ
મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હતા. વહેલી સવારે
મંદિરના કપાટ ખુલવાની સાથે જ માઈ ભક્તોએ લાંબી લાંબી
કતારોમાં જોડાઈ વારાફરતી શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે
માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની
મનોકામનાઓ પૂર્ણ કરતા નજરે પડતા હતા. સાથે સમગ્ર
પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી
ઉઠી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રી સહિત વાર તહેવારોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી ભકતોનો ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી, પડતર દિવસ અને આજે નવા વર્ષના રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી નવું વર્ષે તેમના પરિવાર માટે ફળદાઈ પુરવાર થાય તેવી પ્રાર્થના કરી હતી
નવા વર્ષે રાજ્ય અને રાજ્ય બહારથી 1 લાખ ઉપરાંત માઈ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
માતાજીના દર્શન અર્થે 1 લાખ થી વધુ માઈ ભક્તો ઉમટી
પડ્યા હતા અને વહેલી સવારે મંદિરના દ્વાર ખુલ્લે તે પહેલા જ
મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હતા. વહેલી સવારે
મંદિરના કપાટ ખુલવાની સાથે જ માઈ ભક્તોએ લાંબી લાંબી
કતારોમાં જોડાઈ વારાફરતી શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે
માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની
મનોકામનાઓ પૂર્ણ કરતા નજરે પડતા હતા. સાથે સમગ્ર
પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી
ઉઠી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રી સહિત વાર તહેવારોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી ભકતોનો ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી, પડતર દિવસ અને આજે નવા વર્ષના રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી નવું વર્ષે તેમના પરિવાર માટે ફળદાઈ પુરવાર થાય તેવી પ્રાર્થના કરી હતી.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
