News of Saturday, 2nd November 2024
નવા વર્ષે અમિતભાઈ શાહના સ્નેહમિલનના નિવાસસ્થાને સ્નેહમિલન, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક દિગ્ગજોની હાજરી

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આ પ્રસંગે અમિતભ શાહના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના આગેવાનો, રાજકરણીઓ હાજર રહ્યા હતા.
વિક્રમ સંવત 2081નો પ્રારંભ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ત્યારે દિવાળીમાં અમિતભાઈ શાહે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષના વધામણા આપ્યા હતા.
ભાજપના દિગ્ગજ નેતાઓએ અમિતભાઈ શાહના નિવાસ સ્થાને પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી. જેમાં સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ સહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્યો સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
