News of Saturday, 2nd November 2024
કલીમકવાણા ગામમાં પતિ સાથે આડા સંબંધ બાબતે બે મહિલાઓ બાખડી , ધારિયા વડે હુમલો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા કલીમકવાણા ગામમાં આડા સંબંધ બાબતે માથાકૂટ થતા ધારિયું મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવિણાબેન ભાણાભાઇ મથુરભાઇ તડવીની વિધવા (ઉ.વ.૪૦), (રહે.કલીમકવાણા પટેલ ફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ ઘરે હતા ત્યારે ફળિયાના કિંજલબેન અલ્કેશભાઈ તડવી તેમના ઘરના આંગણામાં આવી કહેવા લાગેલ કે કેમ મારા પતિ સાથે કેમ આડા સબંધો રાખે છે તેમ કહી ગાળો બોલી તેના હાથમાંની લાકડીથી હાથમાં એક સપાટો મારી તેના વાળ પકડી નીચે પાડી ઈજા પહોચાડી તેમજ તેમના પતિ અલ્કેશભાઈ બાબુભાઈ તડવી એ પણ ઝપાઝપી કરી ગાળો બોલી તેના હાથમાંના ધારીયાના અણીના ભાગથી પ્રવિણાબેન ને માથાના ભાગે મારી ઈજા કરી તેમજ રાકેશભાઈ ને ડાબા હાથે મારી ઈજા કરી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી અને લખુબેન બાબુભાઈ તડવીએ તેમને ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આ બાબતે રાજપીપળા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
