<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

અમદાવાદના ખોખરામાં ર ચાલીના યુવાક વચ્‍ચે થઇ મારામારાઃ ૧ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અથડામણમાં અજય મકવાણા નામના યુવકનું મોત થયુ હતુ જયારે અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો

અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી અને જયંતિ મગનની ચાલીમાં રહેતા યુવકો વચ્ચે અથડામણ થયુ હતુ. અથડામણમાં અજય મકવાણા નામના યુવકનું મોત થયુ હતુ. અથડામણમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો.
અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી અને જયંતિ મગનની ચાલીમાં રહેતા યુવકો વચ્ચે અથડામણ થયુ હતુ.અથડામણમાં અજય મકવાણા નામના યુવકનું મોત થયુ હતુ. અથડામણમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો.
સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બે મહિના પૂર્વે રિક્ષા ચાલકના મુદ્દે 2 પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. ખોખરા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના ગુનામાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર મૃતકના સંબંધીઓ વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

(1:54 PM IST)