News of Sunday, 3rd November 2024
વેધરએનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. 3 થી 10 નવેમ્બર સુધીની આગાહી
5મી સુધી પવનની દિશા ફર્યા રાખશે, તાપમાન 37 થી 40 ડીગ્રી વચ્ચે રહેશે, તા.5,6 અને 10 મી ના ગરમીની અસર વધુ રહેશે

રાજકોટ : વેધરએનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 3 થી 10 નવેમ્બર 2024 સુધીની આગાહી કરતા જણાવેલ છે કે 5મી નવેમ્બર સવાર સુધી પવનની દિશા ફર્યા રાખશે અને ત્યારબાદ મોટે ભાગે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી પવન ફૂંકાવા ની શક્યતા છે. હવામાન મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના હોટ સેન્ટરો પર મહત્તમ તાપમાન ને રેન્જ 37 C થી 40 C સુધીની શક્યતા છે. જેમાં તારીખ 5/6/10 ના વધુ ગરમ રહેશે અને તારીખ 7/8/9 ના એકાદ C તારીખ 5/6/10 થી ઓછું તેમ છતાં જનરલ તાપમાન નોર્મલ થી ઉંચુ જ રહેશે.
ગઈકાલે કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી ઊંચું નોંધાયેલ. જેમકે અમદાવાદ 36.9 ડીગ્રી નોર્મલથી બે ડીગ્રી ઊંચું, રાજકોટ 38.7 ડીગ્રી નોર્મલથી 3 ડીગ્રી ઊંચું, ડીશા 37.2 ડીગ્રી નોર્મલથી 3 ડીગ્રી ઊંચું, વડોદરા 36.2 ડીગ્રી નોર્મલથી બે ડીગ્રી ઊંચું, ભુજ 38.4 ડીગ્રી નોર્મલથી 3 ડીગ્રી ઊંચું તાપમાન નોંધાયેલ.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
