News of Sunday, 3rd November 2024
ગાંધીનગર જિલ્લાના બોબી પટેલના કબૂતરબાજી કાંડમાં વધુ એક આરોપી વારાણસીથી ઝડપાયો
પંકજ પટેલ ઉર્ફે પીકે 22 માસથી ફરાર હતો: પંકજ પટેલની માહિતી આપનાર માટે રૂપિયા 25 હજારના ઇનામની જાહેરાત કરાઈ હતી

અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના બોબી પટેલના કબૂતરબાજી કાંડમાં વધુ એક આરોપી SMCના હાથે ઝડપાયો ગયો છે. ઉત્તરપ્રદેશના વારાણસીથી ઝડપી પાડ્યો છે. પંકજ પટેલ ઉર્ફે પીકે 22 માસથી ફરાર હતો. કબૂતર બાજી કાંડની તપાસ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સોંપવામાં આવી હતી.
રાજ્ય પોલીસ વડા દ્વારા પંકજ પટેલની માહિતી આપનાર માટે રૂપિયા 25 હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. પાસપોર્ટ, મોબાઈલ, ડોંગલ, અમેરિકાના ડોલર, હિસાબની ડાયરી વગેરે આરોપી પાસેથી કબજે કરાઇ છે. SMCએ કબુતરબાજીમાં સંડોવાયેલા કુલ 9 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
