તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Monday, 4th November 2024
ગુજરાતના એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં ર૧ લાખથી વધુ કમાણી
વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો

ગાંધીનગરઃ ગુજરાતના એસટી વિભાગને દિવાળી ફળી છે જેમાં વડોદરા ડિવિઝનને લાખો રૂપિયાની આવક થઇ છે. રાજ્યના વિવિધ શહેરોમાં રોજગાર માટે પલાયાન થયેલા લાખો લોકો દિવાળી તહેવાર દરમિયાન પોતાના વતન પરત ફરે છે. આ દરમિયાન રાજ્યમાં ચાલતી એસટી વિભાગની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
વડોદરા એસટી વિભાગને દિવાળી અને પડતર દિવસ ફળતાં વડોદરા ડિવિઝનને લાખોની આવક થઈ છે. દિવાળી તહેવારમાં મુસાફરોને ધ્યાનમાં રાખને રાજ્યમાં વધારાની બસ દોડાવવામાં આવી છે, ત્યારે ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં મુસાફરોનો વધુ ઘસારો હોવાથી વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા 50 વધારાની બસ દોડાવી હતી, જેમાં વડોદરા એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં 21 લાખથી વધુ આવક થઈ છે.
વડોદરા એસટી વિભાગના જણાવ્યું પ્રમાણે ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં કુલ 406 ટ્રીપ કરી છે. જ્યારે વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
