<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

કઠિન અને કાતિલ ઠંડીમા કેદારેશ્વર અને બદ્રિનારાયણની યાત્રા કરીસુખરૂપ પાછા ફરતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 35 ઋષિકુમારો અને સંતો

અમદાવાદ: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી,બાલકૃષ્ણ્દાસજી સ્વામીની પ્રેરણાઅને યજ્ઞવલ્લભદાસજી સ્વામી તથા  દર્શનમ્ પાઠશાળાના પ્રાધ્યાપક ચિંતનભાઇ જોષી અને ત્રિવેદી ભગીરથભાઇની આગેવાની નીચૈ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હોસ્ટેલમાં રહેતા 35 વિદ્યાર્થીઓ બદ્રિનારાયણ અને કેદારેશ્વરની યાત્રાએ જતાપહેલા ઋષિકેશ ગંગાજીના કિનારે આવેલ પરમાર્થ નિકેતનના વડા મુનિજીના આશીર્વાદ સાથે બદ્રિકેદાર યાત્રાએ રવાના થઇ અત્યત કાતિક ઠંડીમાં  કેદારેશ્વર ભગવાનના દર્શન કરી સુખરુપ અને નિર્વિઘ્ને બદ્રિનારાયણતત તરફ પ્રસ્થાન કરતા ઋષિકુમારો. બદ્રિકેદારનીયાત્રાની યાત્રા સુખરુપ પૂર્ણ કરી બદ્રિનારાયણના પરિસરમાંજ નિજમંદિરમાં જ દર્શન કરતા યજ્ઞવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો.
     બદરીનો અર્થ બોરડી થાય છે હજારોવર્ષ પહેલા ભગવાન નારાયણ અહી તપ કરતા.ભગવાન નારાયણની જમણી બાજુશ્રીદેવી,ભૂદૈવી,ઉદ્ધવજી,કુબેરજી લક્ષ્મીજી,નારદજી વગેરે શ્યામ મૂર્તિઓ છે.ભગવત રામાનુજાચાર્યજી અહીં પધારેલા, તેમણે અહીંવૈષ્ણવી રીતેપૂજન અર્ચનનું પ્રવર્તન કરેલું.એટલે મંદિરમાં નિયમિત રીતે મંગલા,શૃંગાર,બાલભોગ રાજભોગ,સંધ્યા આરતિ,અને શયન આરતિ આજે પણ થાય છે.બદ્રિનારાયણ  મંદિરમાં નારાયણ ભગવાનની બાજુમાં નર ભગવાન એક પગે ઉભા રહી તપ કરે છે જ્યારે ભગવાન નારાયણની બાજુમાં ચરણ પાદુકા છે.મંગલા આરતિ પછી વૈદિક મંત્રો સાથે ભગવાન નારાયણને અભિષેક કરવામાઆવેછે.
 યાત્રામાં જોડાતા ઋષિકુમારો .કેવલભટ્ટ  2, વેદાન્ત પંચોળી 3.વિશાલ જોષી 4.મિહિર ભટ્ટ 5.આદિત્ય દવે,6.દ્રુપલ જોષી 7.દર્શિત જોષી8.દેવમહેતા 9.જયદવે 10.સત્યમ બારૈયા
11.દર્શિત જોષી12.કુલદિપજોષી13.હર્ષ પંડ્યા 14.વિશાલ જોષી15.કશ્યપ મહેતા 16.હેત જોષી17યશ જોષી18.દિક્ષિતત્રિવેદી19આસુતોષમહેતા20.ભદ્રેશ દવે 21.દ્વિપ ઉપાધ્યાય22.મોહિત બાયટ 23.કુશલ જોષી 24.પાર્થ પનોત 25.હર્ષઆચાર્ય 26.ધૈર્ય ત્રિવેદી27.હર્ષ ભટ્ટ 28.શિવમ પંડ્યા 29.આકાશ પાઠક
30.ફેનિલ ભટ્ટ 31.હર્સિલપાલીવાલ 32.વેદાન્ત પંચોલી33.જયદિપ 34.યક્ષ35.જેત

(4:24 PM IST)