News of Monday, 4th November 2024
અમદાવાદમાં ગુરુવારથી ઠંડીનો ચમકારો વધશે : તાપમાન 20 ડિગ્રીથી નીચે જશે: હવામાન વિભાગ
ગત રાત્રિએ અમદાવાદમાં 22.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેતાં 37 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 22.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 7 નવેમ્બરથી તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં ઠંડીનો ચમકારો વધશે.
અમદાવાદમાં સામાન્ય રીતે નવેમ્બરમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું જ હોય છે. 29 નવેમ્બર 1975ના 8.3 ડિગ્રી સાથે રેકોર્ડ નીચું તાપમાન નોંધાયું હતું.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
