<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

નવસારીના ચીખલીમાં ઊંચા વળતરની લાલચમાં 100 થી વધુ રોકાણકારો સાથે 5 કરોડથી વધુની છેતરપિંડી

પોલીસે એક જ પરિવારના ત્રણ મળી કુલ પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

નવસારીના ચીખલીમાં ઊંચા વળતરની લાલચ આપીને 100 થી વધુ રોકાણકારો સાથે રૂપિયા 5 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 2021 થી નિધી લિમિટેડ કંપની બનાવવાની લાલચ આપીને,  5 કરોડથી વધુની રકમ ચાઉ કરી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. પોલીસે એક જ પરિવારના ત્રણ મળી કુલ પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસે GPID એક મુજબ ગુનો નોંધી પાંચની શોધખોળ શરૂ કરી છે.

(11:38 PM IST)