News of Tuesday, 5th November 2024
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી : આગામી 15 દિવસ પછી રાજ્યમાં સામાન્ય ઠંડી પડશે અને ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી પડશે
નવેમ્બર મહિનાના પહેલાં 15 દિવસ સુધી વાતાવરણમાં ગરમી રહેશે ત્યાર બાદ ધીમે-ધીમે ઠંડી પડવાનું શરૂ થશે : અલનીનોની અસરને લીધે આ વખતે શિયાળો મોડો શરૂ થયો

અમદાવાદ તા.૫ : રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દિવાળી પર્વ પણ પૂરું થઈ ગયું છે છતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ યથાવત છે. જોકે, છેલ્લાં બે-ત્રણ દિવસથી રાત્રે 8 વાગ્યા પછી વાતાવરણ ઠંડું થઈ રહ્યું છે. પણ સવારથી બપોર થતાં જ વાતાવરણમાં ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 15 દિવસ પછી રાજ્યમાં સામાન્ય ઠંડી પડશે અને ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી પડશે.
હવામાન વિભાગે ઠંડી વિશે આગાહી કરતાં જણાવ્યું કે, આ વખતે ચોમાસું લાંબુ ખેંચાયું છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અત્યાર સુધી ગરમી પડી રહી છે. નવેમ્બર મહિનાના પહેલાં 15 દિવસ સુધી વાતાવરણમાં ગરમી રહેશે ત્યાર બાદ ધીમે-ધીમે ઠંડી પડવાનું શરૂ થશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, અલનીનોની અસરને લીધે આ વખતે શિયાળો મોડો શરૂ થયો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડશે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
