<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ.બંગાળમાં ૯૦ લાખ મતદારોનો અધિકાર છીનવાયો : દેશનું લોકતંત્ર ખતરામાં: મતદારોનો હક્ક છીનવાયો છતાં સુપ્રિમ કોર્ટ મૌનઃ કોઈ પગલા ન લીધા : સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્‍ટીસ નરીમાન રાજકોટમાં: રાજકુમાર કોલેજ ખાતે આપ્‍યું ‘‘તીખુ તમતમતુ'' વ્‍યાખ્‍યાનઃ ચૂંટણી પંચનું કામકાજ શંકાના ઘેરાવામાં: ચૂંટણી કમીશ્‍નરોની નિયુક્‍તીની પ્રક્રિયા શંકાસ્‍પદઃ દેશમાં જે કઈ થઈ રહ્યું છે તે ચિંતાજનક આ સમારોહમાં જાણીતા ધારાશાષાી શ્રી અનિલભાઇ દેસાઇ, જાણીતા બિલ્‍ડર મલયભાઇ દેસાઇ, એડવોકેટ મહર્ષિભાઇ પંડયા ઉપરાંત એડવોકેટ હેમનભાઇ ઉદાણી, એડવોકેટ આર.એમ.વારોતરીયા, એડવોકેટ શ્રી રૂપરાજભાઇ પરમાર, એડવોકેટ સમીરભાઇ ખીરા, એડવોકેટ જયેશભાઇ અતિત, આર્કિટેકટ કિશોરભાઇ ત્રિવેદી, જાણીતા શિક્ષણવિદ ગુલાબભાઇ જાની, ડો. વિવેકભાઇ જોશી સહિતના ૩૫૦ પ્રબુધ્‍ધ નાગરિકો આ નિમંત્રીત માટેની ખાનગી સમારોહમાં રાજકુમાર કોલેજ ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા. 3:29 PM IST

એક વર્ષની સફર , સંગઠન પર પકડ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો મોટો પડકાર : પ્રદેશ અધ્‍યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા : સફળ કાર્યકાળ બદલ અભિનંદન : જગદીશભાઈ વિશ્વકર્માની જીવન ઝરમર ..... સામાન્‍ય કાર્યકરથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સુધી પ્રદેશ અધ્‍યક્ષ તરીકેની પસંદગી ભાજપે કેમ પસંદ કર્યા જગદીશ વિશ્વકર્માને...? જગદીશભાઈના પ્રથમ વર્ષના લેખાજોખા, સંગઠનનેફરીથી કાર્યકરો સુધી લઈ જવાનો પ્રયાસ, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ સંગઠન માટે અગ્નિપરીક્ષા, સંગઠન ઉપર જગદીશભાઈની પકડ તેમની સૌથી મોટી રાજકીય તાકાત, ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી....સૌથી મોટો પડકાર, સરકાર અને સંગઠન વચ્‍ચે સંકલન ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવી સાથેની જવાબદારી, આગામી એક વર્ષ માટેની મુખ્‍ય પ્રાથમિકતાઓ, પ્રથમ વર્ષનું મૂલ્‍યાંકન સફળતા, સંભાવનાઓ અને બાકી રહેલી કસોટીઓ, 3:41 PM IST

અલ્‍પેશ દોંગા ગેંગનું વધુ એક કોૈભાંડઃ ખેડૂતને ૯ લાખની લોન આપી કરોડોની જમીન પડાવીઃ વધુ ૧ કરોડ માંગ્‍યા : સોશિયલ મિડીયામાં જેની જાહેરાતો વહેતી કરી હતી શ્રી મની પ્‍લસ શરાફી સહકારી મંડળી જ બોગસ નીકળી!: પડધરી પછી હવે રાજકોટ ડીસીબીમાં ગુનો દાખલ : સણોસરાના ખેડૂત લાલજીભાઇ ફાંગલીયાને તબેલો કરવા લોન લેવી હતીઃ તેની ગ્રામીણ બેંકમાં લોન ચાલુ હોવા છતાં અલ્‍પેશે સાગરીત જીતેન્‍દ્ર નસીત પાસેથી દોઢ ટકા વ્‍યાજે પૈસા લાવી, તેમાં પોતાનું ૧ ટકો કમિશન રાખી લાલજીભાઇને અઢી ટકા વ્‍યાજે આપ્‍યાઃ ખેડૂતે આ તમામ રકમ વ્‍યાજ સહિત ચુકવી દીધી છતાં દસ્‍તાવેજ રદ ન કર્યોઃ પરવાનાવાળુ હથીયાર બતાવી ધમકીઃ બે આરોપી જીતેન્‍દ્ર નશીત અને હરેશ કાંટાવાળાની ધરપકડઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાએ વિગતો જણાવી : ૯ લાખ સામે ખેડૂતે ૧૩.૮૯ લાખ ચુકવ્‍યા છતાં સિક્‍યુરીટી પેટે કરી આપેલો જમીનનો દસ્‍તાવેજ રદ્દ ન કર્યોઃ રદ્દ કરવા એક કરોડ દેવા પડશે નહિતર લેન્‍ડ ગ્રેબીંગનો કેસ થશે તેવી ધમકી પણ દીધીઃ પીઆઇ એ. એસ. ચાવડ, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ સી. બી. જાડેજા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ3:14 PM IST

વિશ્વ મહાસત્તા રશિયામાં પ્લેગ નામના રાક્ષસી અને જીવલેણ રોગનો સૌથી મોટો, અતિ-ખતરનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક વૈશ્વિક હાહાકારઃ એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં યુવતીનું શંકાસ્પદ અને દર્દનાક મોત થતાં રશિયા સહિત આખી દુનિયામાં ફફડાટ મચી ગયો છે અને અટકાવવા માટે ૧૯૯ થી વધુ લોકોને સટાકથી ક્વોરેન્ટાઇન કરી દેવાતા વૈશ્વિક આતંકની છાતીના પાટિયા બેસી ગયા : બ્લેક ડેથ તરીકે કુખ્યાત આ અત્યંત સંક્રામક અને જીવલેણ બિમારીના વાયરસ છૂટા પડવાની આશંકા અને વૈશ્વિક મહામારીના ખતરાથી ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના ઉડી ગયા હોશઃ મોસ્કોથી લઈને સમગ્ર વિશ્વના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:08 PM IST

ટેક્નોલોજીની દુનિયા પર રાજ કરતી કંપની OpenAI પોતાના જ બનાવેલા રાક્ષસી AI સામે લાચાર બની ગયાનો સૌથી મોટો, અતિ-વિસ્ફોટક અને કાળજું કંપાવી દેતો ડિજિટલ ભાંડો ફોડઃ ઓટોનોમસ AI એજન્ટ્સની રહસ્યમય અને શંકાસ્પદ કરતૂતો પર નજર રાખવા અને તપાસ કરવા માટે રોજબરોજ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે, જેનાથી સિલિકોન વેલી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જગતના દિગ્ગજોની છાતીના પાટિયા બેસી ગયા : મનુષ્યની બુદ્ધિમત્તાને વટાવી જઈને પોતાની મનમાની કરતા આ ખતરનાક AI એજન્ટ્સના અદ્રશ્ય ખેલ અને બેફામ પાવર સામે સર્જાયેલા વિનાશક એંધાણથી ઓપનએઆઈ (OpenAI) ના બોસ સેમ અલ્ટમેન અને ટેક જાયન્ટ્સના ઉડી ગયા હોશઃ ડિજિટલ જગત અને ઇન્ટરનેટના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:09 PM IST