News of Tuesday, 5th November 2024
બોરડીફળી ટેકરા ફળીયામાં વેચાયેલા મકાનમાં ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે તકરારમાં ગીલોલ વડે હુમલો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોરડીફળી ટેકરા ફળીયા માં વેચાયેલા મકાન માં ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે
મળતી માહિતી અનુસાર વિલેશભાઇ મોહનભાઇ વસાવા( રહે, બોરડીફળી ટેકરા ફળીયુ. તા.સાગબારા, જીલ્લો નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ વસંતભાઇ મોહનભાઇ વસાવાના ઘરના આંગણામાં ઉભા હતા તે વખતે ભાઈ પાસે જઈ વસંતભાઈ ને પુછેલ કે, મોટા પપ્પા પ્રતાપભાઇ ગુમાનભાઇ વસાવાનુ મકાન રૂપિયા ૧૪,૦૦,૦૦૦- મા વેચેલ તેના ભાગ મારા પિતાજીને કેમ આપતા નથી તેમ પુછતા રણજીતભાઇ ગુમાનભાઇ વસાવા( રહે. બોરડીફળી, ટેકરા ફળીયુ, તા.સાગબારા) એ જણાવ્યું કે તમને ભાગ આપવાનો નથી તેમ કહેતા વિલેશભાઈ એ રણજીતભાઇ ને જણાવેલ કે, અમારો પણ ભાગ લાગે છે તો કેમ ના આપો તેમ કહેતા તેઓ એકદમ આવેશમાં આવી જઇ ગમે તેમ મા ગાળો બોલી ઝપાઝપી કરી નજીકમા પડેલ વાસની લાકડી હાથમા વિલેશ ભાઈને બેત્રણ સપાટા મારી દઇ ઇજા પહેચાડી ત્યારે લાકડી પકડી લેતા રણજીત ભાઈ એ તેના હાથમા રહેલ ગીલોલમા નાનો કાકરો રાખી વીલેશભાઈ તરફ મારતા તેમને ડાબી આંખની નીચે વાગી જતા લોહી નીકળી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે રણજીતભાઇ વસાવા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
