તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 5th November 2024
નવા વર્ષમાં નર્મદા ટ્રાફિક પોલીસે અપનાવ્યો નવતર અભિગમ : ટ્રાફિક અવરનેસ માટે અપાયું ગુલાબનું ફૂલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિકને લગતા જાગૃતિ માટેના કાર્યક્રમો થાય છે જેમાં હાલ ટ્રાફિક વિભાગ નું સુકાન સંભાળતા પીએસઆઈ એસ.એસ. મિશ્રાએ બાજી સંભાળ્યા બાદ અનેક કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક નિયમો માટે ખાસ અવરનેસ લાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે, અને હાલમાં પણ નવા વર્ષ માં ટ્રાફિક સમસ્યા કે અકસ્માત ઘટે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં જાહેર જનતાને ટ્રાફિકના નિયમો પાલન કરવાની સૂચના આપી વાહન ચાલકોને ગુલાબ નું ફૂલ આપી જિલ્લા ટ્ર્રાફિક વિભાગ તરફથી અભિવાદન કરવામાં આવ્યું અને ટ્રાફિક પોલીસના આ નવતર અભિગમથી વાહન ચાલકો પણ ખુશ થયા અને નિયમો નું પાલન કરવા ખાતરી આપી હતી. આમ જે કામ બડ થી ના થાય એ કડ થી શક્ય બંને એ ઉકિત ટ્રાફિક પોલીસે સાર્થક કરી બતાવી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
