<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

રાજપીપળામાં દિવાળી પર્વમાં દારૂખાનાના ધુમાડા અને મીઠાઈ ખાનાર અનેક લોકોને ખાસીની ફરિયાદ

દરુખાનાના ધુમાડાની આડ અસર અને મીઠાઈ ફરસાણ ખાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થવાની બુમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા સહિત રાજપીપળા શહેરમાં હાલમાં ખાસી ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જેમાં લગભગ દિવાળી પર્વમાં ફોડલા ફટાકડા. અને નવા વર્ષમાં બનેલા નાસતા અને મીઠાઈના કારણે અચાનક ખાસીની વાવર વધ્યો હોવાનું જાણવા મળ્યું છે
    દિવાળી કે મોટા તહેવાર આવતા પહેલા કેટલાક મીઠાઈ ફરસાણના વેપારીઓ તહેવારોમાં ગ્રાહકો વધતા હોવાના કારણે અગાઉથી કેટલીક મીઠાઈ અને ફરસાણ નો સ્ટોક કરી લેતા હોય છે અને તહેવારોના દિવસે તેનું વેચાણ થતું હોય છે તેમજ ઘરે બનાવેલા દિવાળીના નાસતા માં પણ તેલ કે અન્ય વસ્તુ ખરાબ આવતા લોકો બીમારીમાં સપડાય છે જેમાં તાજેતરમાં દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસે એક બીજાને ત્યાં જતા લોકો નાસતા કરતા હોય તેવા ઘણા લોકોને ખાસીની ફરિયાદો ઉઠી છે અને રાજપીપળામાં ખાસીના દર્દીઓની સંખ્યા વધતા લોકો દવાખાના અને હોસ્પિટલોમાં સારવાર માટે દોડ્યા જોવા મળ્યા હતા. જોકે એ કહેવું મુશ્કેલ છે કે અચાનક ખાસીની બૂમો સેના કારણે થઈ હશે પરંતુ એક અનુમાન મુજબ દર વર્ષે બજારની મીઠાઈ , ફરસાણ અને ઘરના નાસતા ના ખાવાથી આવું બનતું હોય તો આ વર્ષે પણ આ બાબત નકારી ના શકાય પરંતુ કેટલાક લોકો નું એવું પણ માનવું છે કે આ વર્ષે ફટાકડા નું દારૂખાનું પણ આ માટે જવાબદાર છે. હવે જે જવાબદાર હોય એ પરંતુ રાજપીપળા શહેર માં હાલમાં અનેક લોકો ખાસી નો શિકાર બન્યા છે


 

(1:29 PM IST)