News of Tuesday, 5th November 2024
ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામના યુવાને ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ધોરણ. ૧૨ સુધી અભ્યાસ બાદ ખેતીકામ કરતા યુવાને કેમ આવું પગલું ભર્યું એ રહસ્ય હજુ અકબંધ, પીએમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામના યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરસીંગભાઇ ગીમ્બાભાઇ વસાવા(રહે. અણદુ નિશાળફળીયુ) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમનો પુત્ર પ્રતિકભાઇ વિરસીંગભાઇ (ઉં.વ.૨૨) (રહે.અણદુ નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ ગઇ તા.૦૩/૧૧/ ૨૦૨૪.ના રોજ સાંજના સમયગાળા દરમ્યાન પોતાના ઘરેથી તેમના કુટુંબીજનોને જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગયા બાદ પોતાના ઘરે પરત આવેલ ન હતા અને ત્યારબાદ તા.૦૪/૧૧/૦૨૪.ના સવારના સમયે તેમના ઘરની પાછળ આવેલ ખેતરના શેઢે કોઇ અગમ્ય કારણસર સાગના ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઇ લટકી જતા મોત ને ભેટ્યો હોય ડેડીયાપાડા પોલીસે આ મુદ્દે યુવાનના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
તેમના પિતાના જણાવ્યા મુજબ પુત્ર પ્રતીક એ ધોરણ. ૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ તે ખેતીકામ કરતો હતો પરંતુ આવું પગલું કેમ ભર્યું એ ખબર પડી નથી.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
