<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમી પડશે: માવઠું પણ થશે .:અંબાલાલ પટેલ

17 થી 20 તરીખ સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની અને 18 થી 23 તારીખ સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શકયતા

અમદાવાદ :હવામાન અંગેના નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને નવી આગાહી કરી છે. જ્યાં સુધી પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમી પડશે. 17 થી 20 તરીખ સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. 18 થી 23 તારીખ સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શકયતા રહેલી છે. આ ચક્રવાતને લઈને આરબ સાગર પણ સક્રિય રહેશે. જેના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાળા, રાજસ્થાન દિલ્હી સુધી પશ્ચિમી વિક્ષેપની અસર દેખાશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શકયતા રહેલી છે.


 

(5:44 PM IST)