<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

મહીસાગરના બાલાસિનોરમાં એડિશનલ સિવિલ કોર્ટના જજના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું

સોનાની ચેઈન, મંગળસૂત્ર, ચાંદી અને રોકડ રકમ તેમજ ટીવી, લેપટોપ, ચાર્જર, હાર્ડડિસ્ક વિગેરે મળી કુલ 4,46,500 ના મુદ્દામાલની ચોરી

મહીસાગરના બાલાસિનોરમાં એડિશનલ સિવિલ કોર્ટના જજના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. દિવાળી વેકેશનનો લાભ લઈને બંધ મકાનને, તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું. બાલાસિનોર એડિ. સિવિલ જજના ઘરમાં જ કરી તસ્કરોએ ચોરી કરી હતી.

  તસ્કરોએ સોનાની ચેઈન, મંગળસૂત્ર, ચાંદી અને રોકડ રકમ તેમજ ટીવી, લેપટોપ, ચાર્જર, હાર્ડડિસ્ક વિગેરે મળી કુલ 4,46,500 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. બાલાસિનોર પોલીસે ગુન્હો નોંધીને ચોરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 PM IST)