<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

બેવડી ઋતુ : ગાંધીનગર, નર્મદા અને દાહોદમાં નોંધાયેલ દિવસ અને રાત્રીના તાપમાનમાં 50 ટકાનો ફરક જોવાયો

લઘુત્તમ તાપમાનનો પારો, સામાન્ય તાપમાન કરતા 1 ડિગ્રીથી લઈને ચાર ડીગ્રી સુધી વધુ

અમદાવાદ : ગુજરાતમાં આજે મંગળવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાનનો પારો, સામાન્ય તાપમાન કરતા 1 ડિગ્રીથી લઈને ચાર ડીગ્રી સુધી વધુ રહ્યો હતો. ખાસ કરીને ગાંધીનગર, નર્મદા અને દાહોદમાં નોંધાયેલ દિવસ અને રાત્રીના તાપમાનમાં 50 ટકાનો ફરક જોવા મળ્યો છે. 

   ગાંધીનગરમાં રાત્રીના લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે સોમવારના રોજ દિવસનું તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. આ જ રીતે નર્મદા જિલ્લાનુ લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સોમવારે દિવસ દરમિયાન નોંધાયેલ મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી હતું. દાહોદનું લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે સોમવારે દાહોદનું મહત્તમ તાપમાન 36.2 ડીગ્રી નોંધાયું હતું.

(6:21 PM IST)