News of Tuesday, 5th November 2024
ગઢડાના ગાળા ગામમાં એક જ પરિવારના બે જૂથો સામસામે : કોઈ જુની અદાવતના કારણે મારામારી
જૂની અદાવતને લઈને કુવાડી, છરી અને લોખંડની પાઈપ દ્વારા સામસામે મારામારી: બંને પક્ષના મહિલા સહિત ચાર લોકોને ઈજા:તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડાયા

બોટાદના ગઢડા તાલુકાના ગાળા ગામે પણ આવી જ એક ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક જ પરિવારના બે જુથ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, એક જ પરિવારના બે જૂથો વચ્ચે કોઈ જુની અદાવતના કારણે મારામારી થઈ છે. જૂની અદાવતને લઈને કુવાડી, છરી અને લોખંડની પાઈપ દ્વારા સામસામે મારામારી થઈ હતી.
મળતી જાણકારી પ્રમાણે મારામારી સર્જાતા બંને પક્ષના મહિલા સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે બંને પક્ષ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ જૂની અદાવતને ધ્યાને રાખી હિંસક મારામારી થઈ હતી. જેના કારણે અત્યારે મહિલા સહિત ચાલ લોકોને ઈજાઓ થઈ હતી. મહત્વની વાત એ છે કે, અત્યારે લોકોમાં સહનશક્તિ ઘટતી જાય છે. લોકો નાની-નાની બાબતોમાં પણ હિંસા પર આવી જાય છે. આ કેસમાં પણ કોઈ વર્ષો જૂની બાબતને લઈને હિંસા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, અત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
