<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

હવે વાહન ચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા:વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરાઈ

લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા

અમદાવાદ :વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ફરી વાહન વ્યવહાર વિભાગ હસ્તક લાવવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ હયાત નિતિ સંદર્ભે પુનઃ અવલોકન કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

ત્યારે આ સમગ્ર બાબતે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાઈસન્સ પદ્ધતિમાં ફેરફાર સંદર્ભે નિર્ણય બાદ ઓનલાઈન પદ્ધતિ માટે કમિટી સમીક્ષા કરસે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

  RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ માટે ITIના સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી.

હાલ ITIના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે બાદ લર્નિંગ લાઈસન્સ અહીંથી ઈશ્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ITIને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી ITIએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવામાં આવતો હતો. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીનાં નિર્ણય બાગ લર્નિંગ લાઈસન્સ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

(10:58 PM IST)