<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

ઉપસચિવ પાયલ પટેલને અંબાજી ખાતેની એસ્ટેટ ઓફિસરની જગ્યાએ બદલીથી નિમણુંક

પ્રતિનિયુક્તિના ધોરણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતેની એસ્ટેટ ઑફિસરની જગ્યાને ઉપસચિવના પગારધોરણમાં અપગ્રેડ કરીને નિમણૂંક અપાઈ

ગાંધીનગર : પાયલ પટેલ, ઉપ સચિવ, સામાન્ય વહીવટ વિભાગની બદલી કરીને તેઓને પ્રતિનિયુક્તિના ધોરણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતેની એસ્ટેટ ઑફિસરની જગ્યાને ઉપસચિવના પગારધોરણમાં અપગ્રેડ કરીને નિમણૂંક આપવા માટે તેમની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક મૂકવામાં આવે છે. ઉક્ત હુકમો તેઓની સ્વવિનંતી અન્વયે કરેલ હોવાથી, તેઓને ફરજ પર જોડાવાનો સમય તેમજ તેને આનુષાંગિક ભથ્થાઓ મળવાપાત્ર રહેશે નહીં.

 સામાન્ય વહીવટ વિભાગ ખાતે ઉપસચિવ (બજેટ/સંકલન) તરીકે ફરજ બજાવતા સુશ્રી પાયલ કેશુભાઈ પટેલની બદલી કરીને પ્રતિનિયુક્તિના ધોરણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતેની એસ્ટેટ ઑફિસરની જગ્યાને ઉપસચિવના પગારધોરણમાં અપગ્રેડ કરીને નિમણૂક આપવા માટે તેઓની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક મૂકવામાં આવેલ છે. તદનુસાર સુશ્રી પાયલ કે. પટેલ, ઉપસચિવને બદલીવાળી જગ્યાએ હાજર થવા સારુ અત્રેથી તા. ૦૫/૧૧/૨૦૨૪ કચેરી સમય બાદથી ફરજમુક્ત કરી તેઓની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક મૂકવામાં આવે છે. સુશ્રી પાયલ કે. પટેલની સ્વવિનંતી અન્વયે ઉક્ત હુકમો કરવામાં આવેલ હોવાથી, તેઓને ફરજ પર જોડાવાનો સમય તથા તેને આનુષંગિક ભથ્થાંઓ મળવાપાત્ર રહેશે નહીં.

(11:53 PM IST)