<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજ્‍ય સરકારની કચેરીઓ ધમધમી : નવા વર્ષે સરકાર સામે અનેક પડકારો

 

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૬ : દિવાળીનું પર્વ પૂરો થયો હવે જયારે આજથી પૂર્ણ રીતે રાજય સરકારની તમામ કચેરીઓ કાર્યરત થઈ રહી છે. કર્મચારી પોતાના વતન અને એલટીસીનો લાભ લઇ પરત આવી રહ્યા છે ત્‍યારે જોવાનું કે નવા વર્ષમાં આ કર્મચારી પોતાની કેવી રીતે કામ કરે છે અને રાજયના આવનાર નાગરિકને કેવો સાથ અને સહકાર આપે છે.

બીજી બાજુ તમામ શાળા કોલેજો આગામી ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે રાજય સરકારની કેટલીક સરકારી પ્રાથમિક શાળામાં પૂરતા વિદ્યાર્થીઓને કારણે રાજય સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.

બીજી તરફ રાજય સરકાર પૂરતા પગાર આપવા છતાં જે શિક્ષકો અને શિક્ષિકાઓ પરતુ કાર્ય નથી કરી રહ્યા તો તેની સામે શું પગલાં રહેશે તે જોવાનું રહે બીજું હવે રાજય સરકાર ૨૦૦૫ પહેલા જે કર્મચારીઓની ભરતી થઈ છે તેને પેન્‍શન યોજના નો જવાબ આપવા માંગે છે કે કેમ તે માટે રાજય સરકારના વિવિધ સંગઠનો એ દિવાળી પૂર્વે આંદોલનની ચમકીઓ આપી છે હવે એ જોવાનું રહ્યું પરિણામ શું આવે છે રાજય સરકાર અન્‍ય સરકારી કર્મચારીઓની જેમ આમાં ગંભીરતાથી વિચાર તો સરકાર માટે સારૂં છે ભૂતકાળમાં ૧૯૯૫ પહેલા જે કર્મચારીઓની ભરતી થઈ છે તેમને પેન્‍શન આપવા માટે રાજય સરકારે સ્‍પષ્ટતા કરી છે કે ૧૯૯૫ પહેલા જે કર્મચારીઓ લેવામાં આવ્‍યા છે તેમને કાયદેસર પેન્‍શન મળવા પાત્ર છે હવે રાજય સરકારે આ અંગે બીજીવાર પરિપત્ર બહાર પડી અને જાહેર કરવાની જરૂરિયાત છે જેથી કુલ કર્મચારી ગેરમાર્ગે ના દોરાય

(2:59 PM IST)