News of Wednesday, 6th November 2024
સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબિર નું આયોજન : મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે
21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે: શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. તેના અંતર્ગત રાજ્ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે.
મળતી માહિતી મુજબ, ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. તેમજ આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. તો આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, રાજ્યમાં તૈયાર થતી નીતિઓ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. તેની સાથે રાજ્ય સ્તરે આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા કરવામાં આવશે.
આ સિવાય સિસ્ટનેબલ ડેવલોપમેન્ટને લઈ અલગથી ચિંતન શિબિરમાં ચર્ચા કરાશે. જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણનો સમાવેશ થશે
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
