News of Wednesday, 6th November 2024
અમદાવાદના બાપુનગરમાં શિક્ષણધામ લજવ્યું : રઘુનાથ સ્કૂલમાં ટ્રસ્ટીઓ દારૂ પીતા ઝડપાયા
બાપુનગર પોલીસે ચેતન યાદવ, મનોજસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી

અમદાવાદના બાપુનગરમાં રઘુનાથ સ્કૂલમાં ટ્રસ્ટીઓ દારૂ પીતા ઝડપાયા છે. પોલીસે ચેતન યાદવ, મનોજસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી છે
ગુજરાત દારૂબંધીને લઈ વારંવાર બદનામ થઈ રહ્યું છે. ક્યાંક બેફામ બુટલેગરો ઝડપાય છે તો ક્યાંક ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો વળી ક્યાંક શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે ફરી એકવાર દારૂબંધીના લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગરમાં રઘુનાથ સ્કૂલમાં ટ્રસ્ટીઓ દારૂ પીતા ઝડપાયા છે.
બાપુનગરમાં રઘુનાથ સ્કૂલમાં ટેસ્ટ્રી દારૂ પીતા ઝડપાયા છે. સ્કૂલમાં જ દારૂ પીતા ટ્ર્સ્ટી સહિત ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસે ચેતન યાદવ, મનોજસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
