તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 6th November 2024
પોઇચા નીલકંઠ ધામ મંદિરે દિવાળીના પર્વમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો
દેવ દિવાળી સુધી આ માનવ મહેરામણ રહેશે, નીલકંઠ ધામ મંદિર રોશની અને ડેકોરેશનથી ઝળહળી ઉઠ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામ ખાતે આવેલા નીલકંઠ ધામ મંદિર ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને આ માનવ મહેરામણ દેવ દિવાળી સુધી જોવા મળશે.
નીલકંઠ ધામ રંગ બે રંગી રોશની અને ડેકોરેશનથી ઝળ હળી ઉઠ્યું છે. નીલકંઠ ધામ ખાતે સ્વામી નારાયણ ભગવાનની વિવિધ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે વિવિધ વસ્તુઓથી અભિષેક કરવામાં આવે છે. સવારે અને સાંજે આરતીના સમયે ભક્તો ઉમટી પડે છે.નીલકંઠ ધામમાં જ્યાં જુઓ ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભક્તો ગોશાળાનો લાભ લે છે. ભક્તો નીલકંઠ ધામના પ્રાંગણમાં વિવિધ દેવાના દર્શન કરે છે. ભક્તો નીલકંઠ ધામ નજીક નર્મદાની પૂજા અર્ચના કરે છે.નીલકંઠ ધામ દિન પ્રતિદિન વટવૃક્ષ બની રહ્યું છે. નીલકંઠ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
