<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

વિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ ના પીએસઆઈ પર બૂટલેગરએ ગાડી ચડાવી દેતા મોત

સ્ટેટ મોડરેટરિંગ સેલના પીએસઆઈનું બુટલેગર એ ગાડી ચઢાવી મોત નીપજાવતા પોલીસ બેડા માં રોષ સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: એસએમસી ટીમના પી.એસ.આઇ, જે એમ પઠાણ તારીખ 5 /11/ 2024 ના રોજ દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા આ વખતે તેમને હકીકત મળેલ કે ત્યાંથી એક ક્રેટા દારૂ ભરેલી પસાર થનાર છે જેથી કઠાડા ગામ થી આગળ વળાંક  ઉપર તેઓ એસએમસી ની ટીમના માણસો સાથે બ્લોક કરી ને ઉભા હતા આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની પોલીસ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ આમ  ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા ક્રેટા ટ્રેલર ની જમણી બાજુ માંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનર ના લાઈટ ના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે

(11:15 PM IST)