<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંતનું 4 શખ્સોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરના ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંતનું 4 શખ્સોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. રૂપિયાની લેતી દેતી મુદ્દે મહંત ગૌતમગિરી ગોસાઈનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણની સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કંડારાઈ ગઈ છે. મંદિરના મહંત સાથે મારામારી કરી રૂપિયા 10 લાખની ખંડણી વસુલ કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

(11:28 PM IST)