News of Wednesday, 6th November 2024
એક પરિવારને ઘર વિહોણા કરતા હાઈકોર્ટે સુરત મનપાના અધિકારીઓને ફટકારી નોટિસ.
જાણ કર્યા વગર જ મકાન તોડી પાડતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અમદાવાદ : અધિકારીઓના મનસ્વી વલણ સામે ગુજરાત હાઇકોર્ટ નારાજ થઈ છે. સુરત મનપાના અધિકારીઓને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. એક પરિવારને ઘર વિહોણા કરતા હાઈકોર્ટે સુરત મનપાના અધિકારીઓને નોટિસ ફટકારી છે જાણ કર્યા વગર જ મકાન તોડી પાડતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અધિકારીઓના આવા કૃત્યથી આર્થિક અને માનસીક નુકસાન થયુ હોવાની અરજીમાં રજૂઆત કરાઈ હતી. યોગ્ય વળતર ચૂકવવા તથા અધિકારીઓ સામે પગલા લેવા અરજીમાં માગ કરવામાં આવી હતી.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
