News of Friday, 8th November 2024
સાધુ-સંતોના વેશમાં વશીકરણ અને લૂંટનો ફરતો થયેલો મેસેજ માત્ર અફવા છે :ગુજરાત પોલીસની મોટી સ્પષ્ટતા
વડોદરાની લકુલેશ સોસાયટીમાં લૂંટારૂ ગેંગ ફરતી હોવાનો મેસેજ વાયરલ થયો હતો. વાયરલ મેસેજમાં લોકોને હિપ્નોટાઈઝ કરી લૂંટ થઈ હોવાનો ઉલ્લેખ

અમદાવાદ : ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજને લઈ સ્પષ્ટતા કરી છે. સાધુ-સંતોના વેશમાં વશીકરણ અને લૂંટનો ફરતો થયેલો મેસેજ માત્ર અફવા હોવાનું ગુજરાત પોલીસે જણાવ્યું છે. આ સાથે પોલીસે અફવાઓથી સાવધાન રહેવા અને લોકોને જાગૃત કરવા અપીલ કરી છે
ગઈકાલે વડોદરાની લકુલેશ સોસાયટીમાં લૂંટારૂ ગેંગ ફરતી હોવાનો મેસેજ વાયરલ થયો હતો . વાયરલ મેસેજમાં લોકોને હિપ્નોટાઈઝ કરી લૂંટ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
