News of Friday, 8th November 2024
૧૪મીએ રાજકોટમાં ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સ
મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ચીલાચાલુ પદ્ધતિને બદલે વિવિધ મહાનગરોમાં બેઠક યોજવાના પગલે પગલે ભવ્ય આયોજન

અમદાવાદ, વડોદરા અને સુરત સીપી સહિત રાજ્યભરના રેન્જ વડાઓનું આગમન....નોટ રીડિંગ થશે... પ્રેસ કોન્ફરન્સ અંગે વિચારણાઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડી.પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી પાર્થરાજસિહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી જગદીશ બંગારવાની નિશ્રામાં તડામાર તૈયારીઓ
રાજકોટ, તા. , ૭: રાજકોટ સહિત રાજ્યોના મહાનગરના પોલીસ કમિશનર, રેન્જ વડાઓની મહત્વની બેઠક તારીખ ૧૪ મીેએ રાજકોટ ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા યોજવામાં આવતા તે માટેની તમામ તડામાર તૈયારીઓ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને એડી.પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા વિગેરેના માર્ગદર્શનમાં ચાલી રહી છે.
અત્રે એ યાદ રહે કે જે રીતે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા બાદ સ્વાતંત્ર અને પ્રજાસત્તાક સહિતનાપર્વની ઉજવણી જૂની પરંપરા મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થતી તેમાં આમૂલ ફેરફાર કરી રાજ્યના વિવિધ ભાગોમાં કરી સમગ્ર રાજ્યમાં ઉત્સાહ પ્રેર્યો તે તર્જ મુજબ રાજ્યના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ સ્ટેટ લેવલની મહત્વની કોન્ફરન્સ સમયાંતરે રાજ્યોના વિવિધ મહાનગરોમાં યોજવાની પ્રથા ચાલુ કરેલ છે. આ અગાઉ વડોદરા ખાતે આ કોન્ફરન્સ ખૂબ સિફતપૂર્વક ખૂબ પ્લાનિંગ સાથે યોજવામાં આવેલ. રાજકોટ ખાતે આ કોન્ફરન્સ માટે પોલીસ કમિશનર ઓફિસનો કોન્ફરન્સ હોલ કે ક્રાઇમ બ્રાંચનો કોન્ફરન્સ હોલ બંન્નેમાંથી એક સ્થળ નક્કી કરવા પોલીસ કમિશનર/ એડી.પોલીસ કમિશનર,/વિગેરે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, ડીસીપી સજ્જનસિહ પરમાર, ડીસીપી જગદીશ. બાંગરવા વિગેરે દ્વારા સાથે વિચારણા ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.
પાટનગરનાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ભવન ખાતે આખા કાર્યક્રમની રૂપરેખા ઘડવા આયોજન ચાલે છે, રાજકોટના કાર્યક્રમ દરમિયાન નિયમ અનુસાર સિનિયર અધિકારી દ્વારા આ પહેલાના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનાં સમયમાં જે ઇન્સ્પેકશન થયેલ તે ઇન્સ્પેકશન દરમિયાન જે બાબતો બહાર આવેલ તેનું પોલીસની ભાષામાં કહીએ તો નોટ રીડિંગ જયારે ખુદ ડીજીપી હાજર છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ પછી થશે, રાજકોટ રેન્જનું પણ આ પ્રકારે થશે. મુખ્ય પોલીવવડા વિકાસ સહાય રાજકોટમાં પોતાના સરકારી કામના આખા શેડ્યુલ નક્કી થયા પછી સમય મળ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો સાથે વાતચીત કરે તેવું આયોજન ગાંધીનગર પોલીસ ભવન દ્વારા વિચારણામાં છે , સિનિયર આઇપીએસ અધિકારીઓ આગલા દિવસથી આવે તેવી સંભાવના ધ્યાને રાખી તેમના ઉતારા વિગેરેની વ્યવસ્થા અંગે પ્લાનિંગ, ગ્રુપ ફોટોગ્રાફ , સ્મળતિ ચિન્હ આપવા વિગેરે બાબતે પણ સુદ્રઢ રીતે પ્લાનિંગ શરૂ થયાનું સૂત્રો જણાવે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
