હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાછરસ ગામમાંથી માતા સાથે બે પુત્રો ગુમ થતાં પતિએ પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં લાછરસ ગામના વતની અને હાલ માં સુરત અમરોલી વિસ્તારમાં રહેતા માતા અને બે પુત્રો ગુમ થવા બાબતે પતિ એ પોલીસની મદદ માંગી છે
પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદભાઇ ડાહ્યાભાઇ તડવી(મૂળ રહે-લાછરસ અને હાલ રહેવાસી.સુરત, અમરોલી વિસ્તાર )નાઓ એ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પત્ની કિરણબેન વિનોદભાઇ તડવી (ઉ.વ. ૨૨) નાઓ તેમની સાથે મારા બે બાળકો (૧) અર્જુન કુમાર વિનોદભાઇ તડવી ઉ.વ.૦૩ (૨) શિવમકુમાર વિનોદભાઇ તડવી ઉ.વ.૦૩ માસ ને લઈ જતા ઘણી શોધખોળ બાદ ક્યાંયે પત્તો નહી મળતા આખરે તેઓ એ રાજપીપળા પોલીસ માં ખબર આપતા પોલીસે ત્રણેયની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જોકે આ ઘટના માં માતા તેમના બે પુત્રો ને લઈ ક્યાંક ચાલી નિકળી કે અન્ય કોઈ કારણ હશે એ જાણી શકાયું નથી પરંતુ ૩.૧૧.૨૪ ના રોજ બનેલી આ ઘટના માં પતિ એ જાણ કરતા રાજપીપળા પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
