<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

કારમી મોંઘવારીમાં દયનીય સ્થિતિ : નર્મદા જિલ્લાના જનસેવા કેન્દ્રોમાં ઈ ધરાના કર્મચારીઓને પાંચ મહિનાથી પગારના વાંધા

ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ ની દરમ્યાનગીરીથી દિવાળી ટાણે એક મહિનાનો પગાર મળ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ની વિવિધ મહેસુલી કચેરીઓમાં કાર્યરત ઈ-ધરા વિભાગના કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર નહિ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે
    મળતી માહિતી મુજબ જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલ ઈ ધરાના કર્મચારીઓને પાંચ મહિના થી પગાર નહિ મળતા દિવાળીના તહેવારોમાં આર્થિક સંકડામણને લઈને આ કર્મચારીઓએ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખને રજુઆત કરતા આ કર્મચારિઓને એજન્સી તરફથી એક મહિનાનો પગાર આપવા માં આવ્યો હતો એમ પણ ઓઉટસોર્સીંગ થી કામ કરતા આ કર્મચારીઓ નું ભારે આર્થિક શોષણ થઇ રહ્યું હોવાનું કહેવાય છે ત્યારે અન્ય કચેરીઓમાં કામ કરતા આઉટ સોર્સીંગ કર્મચારીઓને 10 થી 15 હજાર પગાર આપવા માં આવે છે જયારે ઈ ધરા કર્મચારીઓને ત્રણથી પાંચ હજાર પગાર મળતો હોવાનું કહેવાય છે, ત્યારે સરકાર ઈ ધરા ના કર્મચારીઓ નું આર્થિક શોષણ અટકે અને બાકી પગાર સત્વરે મળે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી માંગ છે.

(2:37 PM IST)