<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દાના વાવાઝોડું શુક્રવારે વહેલી સવારે ૧૭૫ કિલોમીટરની ઝડપે ત્રાટકશેઃ ૧૦ લાખ લોકોનું સ્‍થળાંતર કરવાનું શરૂઃ કોસ્‍ટ ગાર્ડ હાઈ એલર્ટ પરઃ NDRFના ૧૫૦ જવાનો ૨૫ ટન રાહત સામગ્રી સાથે ખડેપગે ભુવનેશ્વરઃ ઓડિશામાં દાના વાવાઝોડાના ઝડપભેર આવી રહેલા આગમનને કારણે ભારે ગભરાટનો માહોલ છે. કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવા એનડીઆરએફના ૧૫૦ જવાનો ૨૫ ટન રાહત સામગ્રી સાથે ભુવનેશ્વર પહોંચી ગયા છે. ઓડિશા અને બંગાળમાં ૧૦ લાખ લોકોનું સ્‍થળાંતર વીજળીક ઝડપે શરૂ; કોસ્‍ટ ગાર્ડ હાઈ એલર્ટ પર. બંગાળની ખાડી પરનું ડિપ્રશન મંગળવારે સાંજે ડીપ ડિપ્રેશનમાં પરિણમ્‍યું હતું અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બની શુક્રવારે ૨૫ ઓક્‍ટોબરની વહેલી સવારે ૧૦૦-૧૧૦ (પ્રતિ કલાક ૧૭૫ કિલોમીટર) માઇલ પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવા સાથે ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શકયતા છે. હવામાન ખાતાના કહેવા પ્રમાણે આ ઝડપ વધીને ૧૨૦ માઈલ પ્રતિ કલાકની થવા પણ સંભાવના છે. આઈએમડી - ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર, ઓડિશાના ૧૪ જિલ્લાઓ ચક્રવાત દાનાનો ભોગ બને તેવી શકયતા છે, જેમાં અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્‍દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓંઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ સામેલ છે. જ્‍યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને પૂર્વા મેદિનીપુર, દરિયાકાંઠાના વિસ્‍તારો અને પડોશી જિલ્લાઓ જેવા કે પશ્‍ચિમ મેદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ અને હુગલીમાં, તોળાઈ રહેલા દાના ચક્રવાતની સૌથી ખરાબ અસર જોવા મળશે.11:37 AM IST

વડતાલધામે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ : ૭ થી ૧પ નવેમ્‍બર સુધી ૮૦૦ વિઘા જમીનમાં ભવ્‍ય આયોજન : આવતીકાલથી સાંસ્‍કૃતિક પ્રદર્શન : ટેકનોલોજીથી સજ્જ સાંસ્‍કૃતિક પ્રદર્શનમાં લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો, ઇલુઝન, સાયન્‍સ સીટી, સ્‍ક્રીન પર જીવન ઘડતરનું રહસ્‍ય, ગ્‍લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફલાવર્સ ટ્રેન આકર્ષણ જમાવશે : મહોત્‍સવ દરમ્‍યાન દરરોજ પ લાખ હરીભકતો લાભ લેશે : સાંસ્‍કૃતિક પ્રદર્શનમાં ૧૦૦ ફૂટ લાંબો અને ૩પ ફૂટ ઉંચો કલાત્‍મક પ્રવેશદ્વાર : રાજકોટ, અમદાવાદ, સુરતના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મેનેજમેન્‍ટના પાઠ શીખશે : કુલ સવાસો કરોડ થશે ખર્ચ : કાલે બાળયુવા મહોત્‍સવમાં ર૦ હજાર બાળકો ભાગ લેશે 3:51 PM IST