News of Friday, 8th November 2024
આખરે એક એપ્રિલ 2005 પહેલાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવી લેવાયા
જૂની પેન્શન યોજના અંગે સૌદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ રાજ્યના નાણાં વિભાગે બે વર્ષના અંતે ઠરાવ કર્યો

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માહિતીને રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકારમાં જૂની પેન્શન યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સૌદ્ધાંતિક મજૂરી આપી હતી જૂની પેન્શન યોજના અંગે સૌદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ પણ ઘણા મહિનાઓ વીતિ ગયા બાદ આખરે એક એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશન યોજવામાં સમાવી લેવાયા છે અને નાણાં વિભાગે બે વર્ષના અંતે ઠરાવ કર્યો છે
તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી હતી. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા ગત દિવસોમાં વર્ષ 2005 પહેલા ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન નાણાવિભાગ દ્વારા વંચાણ હેઠળના ક્રમાંક (૧) પરના જાહેરનામા દ્વારા ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ લાગુ કરવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૨) પરના તા. ૧૮/૦૩/૨૦૦૫ના ઠરાવથી તા.૦૧/૦૪/૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ અધિકારી / કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના (એન.પી.એસ.) હેઠળ આવરી લેવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૩) પરના જાહેરનામાથી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ની પાત્રતા બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. વંચાણ હેઠળના
ક્રમાંક (૪) પરના તા.૧૫/૦૩/૨૦૨૪ના જાહેરનામાથી નવી વર્ધિત પેન્શન યોજના (એન.પી.એસ.) હેઠળનાકર્મચારીઓ માટે ગુજરાત મુલ્કી સેવા (નવી વર્ધિત પેન્શન યોજના) નિયમો, ૨૦૨૪ લાગુ કરવામાં આવેલ છે.
રાજય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી/કર્મચારીઓની તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સપગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા.૦૧/૦૪/૨૦૦૫ પછી થઈ હોયઅથવા તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમનીનિમણૂક તા.૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
