<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5240 રૂપિયા બોલાયો: જાણો અન્ય 24 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,236.89 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,236.89 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5240 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3950 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હળવદમાં 5011 રૂ., જસદણમાં 4950 રૂ., બોટાદમાં 4905 રૂ., પાટડીમાં 4890 રૂ., માંડલમાં 4851 રૂ., રાજકોટમાં 4845 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,236.89 ટન આવક થઇ છે.

(9:52 PM IST)