News of Friday, 8th November 2024
સમશેરપુરા ગામ જવાના રોડ પરથી પોલીસે અંગ્રેજી દારૂ ના મુદ્દામાલ સાથે બે ને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા સમશેરપુરા ગામના રોડ પરથી પોલીસે ચેકીંગ દરમિયાન અંગ્રેજી દારૂ સાથે બે વ્યક્તિઓ ને ઝડપી પાડ્યા હતા
મળતી વિગતો અનુસાર ગરુડેશ્વર પોલીસે ચેકીંગ દરમિયાન(૧) જગદિશભાઈ કનુભાઈ રાઠવા ( રહે.ગ્રીન સીટી મકાન નં.૬૪ જીતાલી, અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. મોરાંગણા મંદીર ફળીયુ તા.કવાંટ જી.છોટા ઉદેપુર ) તથા નં. (૨) હરપ્રિતસિંહ માખનસિંહ સીકલીગર, (રહે. ગ્રીન સીટી મકાન નં.૨૨૭-એ જીતાલી, અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ ) નાઓએ પોતાના કબજા માંની મોટર સાઈકલ કિં.રૂ.૧૫,૦૦૦- ઉપર વચ્ચેના ભાગે ખાખી કલરની બેગમા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ના કાચના ક્વાટર નંગ-૩૨ કિ.રૂ. ૪૩૨૦ તથા મોબાઇલ નંગ- ૨ કિં.૬,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૨૫,૩૨૦ નો પ્રોહી.નો મુદ્દામાલ વાહતુક કરી લઇ આવતા પોલીસે પકડી લીધા હતા.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
