News of Friday, 8th November 2024
નર્મદા જીલ્લામાંથી 100થી વધુ પગપાળા સંઘો ધાર્મિક સ્થળો પર જવા રવાના
કાગળ કામડીના ઘોડા પર વરઘોડાની ધૂમ સાથે અનેક ગામથી ડાકોર, ફાગવેલ, પાવાગઢ, અંબાજી, ભાદરવા દેવ જાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જીલ્લા માં થી દર વર્ષે 100 થી વધુ પગપાળા સંઘો વિવિધ ધાર્મિક સ્થળો પર જવા રવાના થાય છે. ગામે ગામથી ડાકોર, ફાગવેલ, પાવાગઢ, અંબાજી, ભાદરવા દેવ જેવા કુળદેવી-દેવતાઓ ના સ્થાનકે કાર્તકી પૂનમ ભરવા જતા હોય છે, અને રોજના 50 થી 60 કિમી પગપાળા ચાલીને આ સંઘો આ સ્થળો પર જતા હોય છે જે તમામ સંઘો હાલમાં જવા રવાના થઈ રહ્યા છે.
ખાસ કરી ને આદિવાસી સમાજ દ્વારા કાગળ કામળી ના સુંદર ઘોડા બનાવીને વીર ભાથીજી દાદાની જેમ તૈયાર થઈને આ કાગળ કામળીના ઘોડા પર સવાર થાય છે, અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે આ સંઘ નીકળે છે, અને આ સંઘ ને ગામેગામથી આવકાર મળે છે. ગામોમાં આ સંઘોના ભક્તો પૂરી શ્રદ્ધાથી આવકાર કરે છે, પૂજા કરે છે અને દાન દક્ષિણા આપે છે, આમ ભક્તિમય રમઝટ લાવીને આ સંઘો આકર્ષણ નું કેન્દ્ર બને છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
