<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભાજપમા કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ : જગદીશભાઈ વિશ્વકર્મા : ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગ સંદર્ભે આજે કલોલ ખાતે પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક યોજાઈ : વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરના વર્ગો માટે વક્તા તરીકે નિયુક્ત પ્રશિક્ષકોને વિષય આધારિત પ્રશિક્ષણ : પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ : જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગોમાં વક્તા તરીકે જનાર આગેવાનોને જરૂરી સુચન કરી વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી4:34 PM IST

પાર્થએ ચિઠ્ઠીમાં લખેલું-જાનકીને હું બહુ લવ કરુ છું, હવે એણેય કહી દીધું કે મરવું હોય તો મરી જા, મારું નામ લખતો જાજે! : મવડી પટેલનગરમાં બાંધકામના ધંધાર્થી ૨૯ વર્ષિય યુવાનની ઘરમાં લટકતી કોહવાયેલી લાશ મળ્‍યાના બનાવમાં તેને મરવા મજબૂર કરાયાનું ખુલ્‍યું: તાલુકા પોલીસે મૃતકના વાંકાનેર રહેતાં બહેનની ફરિયાદ પરથી પત્‍નિ-સાસુ-સસરા-સાળી-સાઢુ સહિત ૬ સામે ગુનો નોંધ્‍યો : જાનકીને મને ખોટા કેસમાં પણ ફસાવી દીધો, બધુ મારા ફોનમાં છેઃ એસપી, પીઆઇ સર આ લોકોએ બધે મારી આબરૂ કાઢી નાંખી છે, આઇ હવે સીન જસ્‍ટીસઃ હું જીવવા માંગતો જ હતો, પણ આ પાંચેય લોકોએ મને જીવવવા જેવો રહેવા જ ન દીધોઃ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજે તપાસ હાથ ધરી : પાર્થએ ચિઠ્ઠીમાં એમ પણ લખ્‍યું-મારો કેસ કોઇ પાછો ખેંચી જે કોઇ સમાધાન કરશે એને હું નડીશઃ ભાઇઓને સંબોધીને લખ્‍યું-તમારી સોથી દુર ગયો છું, બાકી યાદ કરશો એટલે હું આવી જઇશ!2:51 PM IST

ઝનાના હોસ્‍પિટલમાં ચાંદિપુરા વાયરસથી પીડિત ૩ મહિનાની બાળકીને ૧૭ દિવસની સારવાર બાદ નવી જિંદગી મળી : બાળકીની સ્‍થિતિ અત્‍યંત ક્રિટિકલ હતીઃ લોહીનું પરિભ્રમણ બંધ થતાં ત્રણ દિવસ કોમામાં જતી રહી હતી બેભાન અને કોમામાં રહેલી માસુમ બાળકી તબિબોની સઘન સારવાર અને નર્સીંગ સ્‍ટાફની સંભાળથી કીલકીલાટ કરતી થઇઃ પરિવારમાં ખુશીનો માહોલ અધિક્ષક ડો.મોનાલી માકડીયા,પીડિયાટ્રિક વડા ડો.પંકજ બુચના માર્ગદર્શન અને એસો. પ્રો. ડો. પલક હાપાણી, ડો. આરતી મકવાણાના ઓબ્‍ઝર્વેશનમાં ડો. મોનાલી વીરપરાીયા, ડો. મોૈલિક કણસાગરા, ડો. કુલદીપ દેત્રોજા, ડો. જૈનિલ પટેલ, ડોક. કેવીન ઘાટોડીયા, ડો. ચેતન ભલગામડીયાની ટીમની મહેનત સફળ થઇ 3:31 PM IST