News of Friday, 8th November 2024
પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના યુવાનોને તાલીમ સાથે બારમહિને દર મહિને મળશે રૂ. ૫ હજાર ભથ્થું
ગુજરાતની ૧૧૨ ટોપ કંપનીઓમાં જોડાવાની યુવાનોને રજીસ્ટ્રેશન દ્વારા ઉત્તમ તક : વધુમાં વધુ પાંચ કંપનીમાં એપ્લાય થઇ શકાશે ૧૦ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા:ભારત સરકાર દ્વારા 3 જી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની PM Internship Scheme (PMIS) લોન્ચ કરવામાં આવી છે. જેમાં ભારતની ટોચની ૫૦૦ કંપની જેમા ગુજરાતની ૧૧૨ કંપનીઓમા ૧૨૨૪૬ જેટલી વેકેન્સી નોટીફાઈડ થયેલ છે. ઉકત પીએમ ઈન્ટર્નશીપમા અંતિમ વર્ષની ફાયનલ પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે Internship કરવા માટે ની તક આપવામાં આવશે. આ યોજના ની વધુ માહિતી તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે,https://pminternship.mca.gov.in/login/ પર ક્લિક કરીને ઉમેદવારો ફ્રી મા રજીસ્ટ્રેશન કરી શકે છે અને પસંદગીના જિલ્લામા પસંદગીના સેકટરની વધુમા વધુ પ જેટલી કંપની જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે.
આ યોજનામાં જોડાવા માટે મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ફ્રી માં રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ બનાવીને વિવિધ જગ્યાઓ પર એપ્લાય કરી શકશે. આ યોજના માત્ર ધો.10 પાસ, ધો12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ થયેલ અને ૨૧ થી ૨૪ વર્ષના ઉમેદવાર (સ્ત્રી- પુરુષ) જોડાઈ શકશે. જે ઉમેદવાર બેરોજગાર છે અથવા ધેર બેઠા અભ્યાસ કરે છે (ફુલ ટાઈમ કોર્ષ કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ ) તેઓ અપ્લાઈ કરી શકે છે, જેની સરકાર માન્ય એપ્રેન્ટીસશીપ કે ઈન્ટર્નશીપ કરવાની બાકી છે તેઓ જ યોજનાનો લાભ લઈ શકશે. જેમના કુટુંબની ૨૦૨૩-૨૪ વાર્ષિક આવક ૮ લાખથી ઓછી છે અને કુટુંબમા સરકારી નોકરી નથી તે પણ જોડાઈ શકશે. અરજી કરનારનો મોબાઈલ નંબર અને બેંક ખાતાનો નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ. અરજી કરનારે તેમની લાયકાત માર્કશીટ અપલોડ કરવાની રહેશે
પીએમ ઈન્ટર્નશીપ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દેશની ટોપ ૫૦૦ કંપનીમા કામ કરવાની અને શિખવાની તક મળશે સાથે દર મહીને ૧૨ માસ સુધિ માસીક ભથ્થુ રૂા.૫ હજાર મળશે તેમજ સરકાર તરફથી એક વખત અનુદાન રૂપિયા ૬ હજાર મળશે. તેમજ કંપની દ્વારા ૧૨ માસની તાલીમ ફ્રીમા આપવામા આવશે તેમજ સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમાનો લાભ આપવામા આવશે. નર્મદા જિલ્લાના ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં www.pminternship.mca.gov.in પોર્ટલ પર ઓનલાઈન પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવીને મનગમતી પ કંપનીમાં એપ્લાય કરવા જણાવવામા આવે છે. આ અરજી કરવામા મુશ્કેલી જણાય તો ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની સાઈટ પરથી યુ ટયુબ વીડીયો જોવા તેમજ જિલ્લા રોજગાર કચેરી, નર્મદા, જિલ્લા સેવા સદન, બીજે માળ, રૂમ નં: ૨૧૧-૧૨, રાજપીપલા તેમજ નજીકની આઈટીઆઈનો સંપર્ક કરવા માટે ઇ.ચા.રોજગાર અધિકારી (જન)નર્મદા-રાજપીપલા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
