News of Friday, 8th November 2024
ધરમપુર રોડ પર ઝાડી ઝાંખરામાંથી ત્રણથી પાંચ મહિનાનું નવજાત શિશુ મળી આવ્યું: ભારે ચકચાર
વલસાડના ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીક મળ્યું નવજાત શિશુ :નવજાત બાળકી નહીં પરંતુ છોકરો ત્યજેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી

વલસાડમાં ઝાડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. વલસાડના ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકી નહીં પરંતુ છોકરો ત્યજેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે અત્યારે સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. આખરે કોણ અહીં નવજાત બાળકને મૂકી ગયું?
બાઈક ચાલકને બાળકના રડવાનો અવાજ આવતા હકીકત બહાર આવી છે. અત્યારે પોલીસની દેખરેખમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. બાળકના વાલી વારસને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. આખરે શા માટે માતા-પિતાએ પોતાના નવજાત બાળકને ત્યજી દીધું? આ મામલે અનેક પ્રકારની અટકળો વર્તાઈ રહીં છે પરંતુ સાચી વાત તો પોલીસ તપાસ કરે ત્યાર બાદ જ બહાર આવશે.
વલસાડના ધરમપુર રોડ પર આ ઘટના બની છે. આ તો ઠીક છે એક રાહદારીને બાળકના રડવાનો અવાજ સંભળાયો બાકી જો કોઈને જાણ ના થઈ હોત તો માસૂમ બાળકનું મોત પણ થઈ ગયું હોત! ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકોએ અનેક પ્રકારની ચર્ચા આરંભી છે. એક જનેતાએ શા માટે પોતાના બાળકને ત્યજવું પડ્યું? આમાં બાળકની માતા જવાબદાર હશે કે પછી પિતા? ચર્ચા તો અનેક પ્રકારની થઈ રહીં છે પરંતુ સાચી હકીકત સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ હાથ કરે ત્યારે સમગ્ર વિવતો જાણવા મળશે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
