<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પૉલીસી અમલમાં આવશે

રોડ પર ફૂડ તૈયાર કરનારા ફેરિયાઓનો સમાવેશ કરાયો નથી: શહેરના ૭ ઝોનમાં ૪૧૫ સ્થળોએ ૬૨,૦૫૪ ફેરિયાઓને ઉભા રહેવાની મંજૂરી આપશે

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટયો છે. તેને લઈને ટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં હવે તંત્ર દ્વારા શહેરને દબાણ મુક્ત શહેર બનાવવા માટેના પ્રયાસરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રીટ વેન્ડિંગ પૉલિસીનો અમલ કરાવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. શહેરમાં નોંધાયેલા ફેરિયાઓ માટે જ્યાં વેન્ડિંગ ઝોન જાહેર કરાયો છે, ત્યાંજ લારી-ગલ્લા રાખી શકાશે, તેના માટે મહાનગરપાલિકાને દર મહિને રૂ.૬૦૦ સુધીની ફી ચૂકવી પડશે. તેમ દરખાસ્તમાં જણાવાયું છે.

   પ્રાપ્ત માહિતી મુજબ શહેરમા રોડ પર ફૂડ તૈયાર કરનારા ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુના શહેરના ૭ ઝોનમાં ૪૧૫ સ્થળોએ ૬૨,૦૫૪ ફેરિયાઓને ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવશે. શહેરના ૭ ઝોનના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં પૉલીસીનો અમલ કરવા માટેની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. વેન્ડિંગ પૉલીસી મુજબ નવા સ્ટ્રીટ વેન્ડિંગની નોંધણી પણ શરૂ કરવામાં આવશે.

ઝોનના ડેપ્યુટી કમિશનની અધ્યક્ષતામાં એસ્ટેટ વિભાગ, ઇજનેર વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ મળી કુલ-૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. શહેરના તમામ રસ્તાઓ પર ફેરિયાઓ ઊભા રહી શકે તેના માટે વેન્ડિંગ પ્લાન મુજબ સર્વે કરવામાં આવશે.

(12:35 AM IST)