News of Saturday, 9th November 2024
ખંભાતમાં મોટી બેદરકારી : ચકડોળ ગ્રાઉન્ડમાં 10 દિવસથી ધમધમતો,મંજૂરી વગર ચાલતો મેળો આખરે બંધ કરાવાયો
મેળાના આયોજકો રાજ્ય સરકારની SOP અને નિયમોને ઘોળીને પી ગયા: જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માગણી

આણંદ જિલ્લાના ખંભાતમાં મોટી બેદરકારી સામે આવી છે.ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મંજૂરી વગર મેળાનું આયોજન કરાયું છે અને એ પણ છેલ્લા 10 દિવસથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર મેળો ધમધમી રહ્યો છે.રાજ્ય સરકારની SOP મુજબ મેળા માટે ત્રણ પ્રકારની મંજૂરી ખૂબ જરૂરી છે.જેમાં માર્ગ અને મકાન વિભાગની મંજૂરી, ફાયર NOC અને પોલીસની મંજૂરી.આ ત્રણ પૈકી એક પણ મંજૂરી વગર ખંભાતમાં મેળાનું આયોજન કરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે..મેળાના આયોજકો રાજ્ય સરકારની SOP અને નિયમોને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.ખંભાત નગરપાલિકાના વિપક્ષ કાઉન્સિલરે.નગરપાલિકા પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માગણી કરી છે
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
