News of Saturday, 9th November 2024
કલોલમાં એકસ. આર્મીમેનનું ફાયરિંગઃ યુવકનું મોત

કલોલ તા. ૯: ગાંધીનગરના કલોલમાં દંતાલી પાસે પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઇ હતી. તકરાર બાદ પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રિંકુ ભરવાડ નામના કિશોરનું મોત થયું છે. જયારે વિપુલ, વિજય અને ગોપાલ ભરવાડ ઇજાગ્રસ્ત થયા છે. જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી લીધી છે
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
