હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
ICICI બેંકે ૩૦ તળાવોને પુનઃજીવિત કર્યાઃ કચ્છમાં સકારાત્મક પરિવર્તન

રાજકોટ તા. ૯: આઇસીઆઇસીઆઇ બેંક સમગ્ર ભારતમાં રિન્યુએબલ એનર્જી, સોલાર પાવર ઇન્સ્ટોલેશન અને જળ સંરક્ષણમાં તેના પ્રયાસો દ્વારા સસ્ટેનેબિલિટી માટે કટીબદ્ધ છે.
છેલ્લાં બે વર્ષમાં આઇસીઆઇસીઆઇ બેંકની સીએસઆર શાખા ‘આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન' ગુજરાતના કચ્છના લોકો સાથે મળીને પાણીની અછતના સૌથી મોટા પડકારના ઉકેલ માટે કાર્યરત છે.
કચ્છ પ્રદેશમાં પાણીની ઉપલબ્ધતામાં સુધારો કરવાના આઇસીઆઇસીઆઇ બેંકના પ્રયાસોએ નોંધપાત્ર અસર પેદા કરી છે કારણ કે આ પ્રોજેકટ્સના પ્રભાવથી ૩૦ તળાવોને નવજીવન મળ્યું છે. જેનો ૧,૯પ૦ પરિવારોને સીધો લાભ થયો છે.ગ્રામીઓ સાથે મળીને આઇસીઆઇસીઆઇ બેંકે ૩૦ તળાવોની સફાઇ કરી છે, તેને ઊંડા કર્યા છે તથા નદી કિનારે એક ચેનલ તૈયાર કરી છે. જેનાથી દુકાળગ્રસ્ત ક્ષેત્રમાં ૪૪ કરોડ લીટર પાણી જમા કરવામાં મદદ મળી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
