તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 9th November 2024
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ટપાલ ટિકિટનું ભૂપેન્દ્રભાઇના હસ્તે અનાવરણ
પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. ડો. સંતવલ્લભ સ્વામી સહિત સંતો અને હરિભકતોની ઉપસ્થિતી : જો દરેક વ્યકિત શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્ર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઇ જાય : ભૂપેન્દ્રભાઇ પટેલ

રાજકોટ, તા. ૯ : દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાન શ્રી સ્વામિનરાયણનો વિશ્વ કલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચે એ ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશો વિશ્વભરમાં જે તીર્થસ્થાનથી મોકલાવ્યો છે એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવી વડતાલની ભૂમિ ઉપર ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની પોસ્ટલ ટિકિટ બહાર પાડી જેનું અનાવરણ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું જેમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને સન્માનીય ધારાસભ્ય શ્રીઓ શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી સંજયભાઈ મહીડા, શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને પૂજ્ય સંતો ખૂબ રાજીપો વ્યકત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી ડો. સંતવલ્લભ સ્વામી એ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ માત્ર ટપાલ ટિકિટ નથી પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન શ્રી સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે.
આ પ્રસંગે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલે દેશના પ્રથમ ગળહમંત્રી પરમ શ્રદ્ધેય શ્રી સરદાર સાહેબને યાદ કરી એમના દ્વાર કહેલ એક વાત સંદેશા સ્વરૂપે
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
