News of Sunday, 10th November 2024
અંકલેશ્વરમાં છઠપૂજાના દિવસે ગુમ થયેલા બાળકની રહસ્યમય સ્ટોરી
ગુમ થયેલા બાળકનો પાડોશીના ઘરમાંથી મળ્યો મૃતદેહ

ભરૂચ, તા.૧૦,
આપણી આસપાસ અને સમાજમાં જે પ્રકારે ઘટનાઓ બની રહી છે જેને જોતાં લાગે છે કે ઘોર કળિયુગની શરૂઆત થઇ ગઇ છે. એક જમાનામાં પહેલો સગો પાડોશી કહેવાતો હતો, પરંતુ જ્યારે અંકલેશ્વરનો આ કિસ્સો વાંચ્યા બાદ પાડોશી પરથી વિશ્વાસ ઉઠી જશે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના...
વાત જાણે એમ છે કે અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાંથી છઠ પૂજાના દિવસે એક આઠ વર્ષનો બાળક ગુમ થયો હતો. જેને લઇને પરિવાજનોએ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં પાડોશીના ઘરમાં રાખેલી લોખંડની પેટીમાંથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશો ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
બાળકને મોતને ઘાટ ઉતારી દેનાર પાડોશી પર આસપાસના રહીશો ધિક્કાર વરસાવી રહ્યા છે. કોઇ અંગત અદાવત કે રંજિશ સહિતના વિવિધ પાસાઓને ધ્યાને રાખી અંકલેશ્વર પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. આ સમગ્ર ઘટનામાં પાડોશીની સંડોવણી છે કે નહી, અથવા તો અન્ય કોઇએ બાળકની હત્યા કરી છે કેમ વગેરે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
