<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

અમદાવાદમાં પોલીસ કંટ્રોલ રૂમને ખોટા મેસેજ કરનાર ઝડપાઈ ગયો

અમરાઈવાડીમાં વિસ્તારના ખોટા કંટ્રોલ મેસેજ કર્યા હતા:દેવેન્દ્ર સોલંકી નામના ગોમતીપુરના યુવકની પોલીસે ધરપકડ કરી

અમદાવાદમાં પોલીસ કંટ્રોલ રૂમને ખોટા મેસેજ કરનાર ઝડપાઈ ગયો છે. પકડાયેલા આરોપીએ, અમરાઈવાડીમાં વિસ્તારના ખોટા કંટ્રોલ મેસેજ કર્યા હતા. દેવેન્દ્ર સોલંકી નામના ગોમતીપુરના યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં લુખ્ખાઓ તલવાર લઈને ફરે છે તેવો કંટ્રોલરૂમને મેસેજ કર્યો હતો. અમરાઈવાડી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


 

(5:34 PM IST)