<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કામરેજ (સૂરત)નાં કઠોર નગરમાં જલારામ જયંતિ ની ભવ્‍ય ઉજવણી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા  તા.૧૧ : કામરેજ નાં કઠોર નગરમાં રાધાકળષ્‍ણ સોસાયટી સ્‍થિત જલારામ મંદિરે તારીખ ૮ /૧૧/ ૨૪ ને શુક્રવારે જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મ જયંતી ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી  હતી અહી સવારે ૫.૦૦ વાગ્‍યાથી શાષાોકત વિધિ થી હવન પ્રારંભ સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો  સવારે ૮.૩૦ કલાકે નગરના રામજી મંદિરેથી શોભાયાત્રા  પ્રસ્‍થાન થઇ હતી જે નગરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી  ભક્‍તો દ્વારા દીપ પ્રાગટય અને ફુલ માળા થકી બાપા નું સામૈયુ કરવામાં આવ્‍યું હતું. શોભાયાત્રા દરમિયાન  બહેનોએ રાસ ગરબા રમીને વાતાવરણને ભક્‍તિમય બનાવ્‍યુ હતુ હતું બાદમાં રાધાકળષ્‍ણ સોસાયટી સ્‍થિત  મંદિરમાં પૂજ્‍ય બાપાની શોભાયાત્રા  નું સમાપન થયું હતું મંદિરે બહેનોએ ભક્‍તિ ભાવથી જલારામ સતબાવની નું પઠન કર્યું હતું તેમજ યજ્ઞમાં બીડું હોમવાનું વગેરે પવિત્ર કાર્યો શ્ર્‌લોક ના શુદ્ધ પઠન વચ્‍ચે પૂર્ણ થયા હતા. ત્‍યારબાદ કોઈ પણ પ્રકારના વાડાબંધી કે ભેદભાવ વગર  ‘ટુકડો ત્‍યાં હરિ ઢુકડો' ના જલારામ બાપા ના સિદ્ધાંત પ્‍રમાણે મહાપ્રસાદ પીરસવામાં આવ્‍યો હતો જેનો હજારો ભક્‍તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં કઠોરવાસી સમગ્ર રઘુવંશી પરિવારો ભક્‍તિભાવથી જોડાયા હતા અને તન મન ધન થી બાપા ની જન્‍મ જયંતિ ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ દરેક રઘુવંશી પરિવારના આંગણે રંગોળી થી સુશોભન કરવામાં આવ્‍યું હતું.

(10:59 AM IST)